BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
વિમાન ઊડ્યું અને રાષ્ટ્રપતિના મૃતદેહને 4000 કિલોમીટર દૂર લઈ ગયું, સિક્રેટ મિશનની દુનિયાથી છુપાવી રખાયેલી કહાણી
વાસ્તવમાં સિયાદ બર્રેને 28મી જાન્યુઆરી, 1991ના રોજ વિદ્રોહી જૂથો દ્વારા સોમાલિયાની સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. તે પછી તેઓ દેશમાંથી નાસી છૂટ્યા હતા. બીજી જાન્યુઆરી, 1995ના રોજ નાઈજીરિયામાં તેમનું નિધન થયું હતું.
તમારા પૉર્ટફોલિયોમાં આટલાં મ્યુચ્યુઅલ ફંડ હોવા ઘટે, ઢગલાબંધ ફંડ હોય તો આટલું નુકસાન
આપણે ત્યાં જે ચીજ વધારે ચાલે તેમાં બધા રોકાણ કરવા દોટ મૂકે છે. હાલમાં સોના અને ચાંદીમાં તેજી છે, તો બધા લોકો ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ ખરીદવા પ્રેરાય છે. પરંતુ નિષ્ણાતો તેની સામે ચેતવે છે.
સ્ટીલના થાંભલા પર બનેલાં આ તરતાં ઘરોનું પૂર અને તોફાન કેમ કંઈ બગાડી શકતાં નથી?
દરિયાની સપાટી વધવાથી તથા શક્તિશાળી તોફાનોને કારણે પાણીમાં ઉછાળો તરતાં ઘરો પૂર સામે રક્ષણ મેળવવા માટે એવો પ્રયોગ રજૂ કરે છે, જે દરિયાકાંઠે વસનારા સમુદાયોને ક્લાઇમેટ ચેન્જનો બહેતર રીતે સામનો કરવા માટે સક્ષમ બનાવી શકે છે.
પ્રોટીન માત્ર માંસાહારમાંથી જ મળે અને શાકાહારમાંથી પ્રોટીન મેળવીએ તો શું થાય?
જે લોકો નિયમિત રીતે સઘન કસરત કરતા હોય અને જેઓ અઠવાડિયામાં એકાદ-બે વાર કસરત કરતા હોય, તેમણે કેટલું પ્રોટીન લેવું જોઈએ.
કોહલીની સદી છતાં ભારત હારી ગયું, લોકો કેમ કહી રહ્યા છે 'કોહલી 2.0' અને 'કિંગ અભી ઝિંદા હૈ'?
'સમય ફરીથી વર્ષ 2016માં સરકી ગયો હોય, તેમ જણાય છે. જ્યારે કોહલી ન કેવળ રન બનાવતા, પરંતુ વિરોધી ટીમની યોજના, ધૈર્ય અને આત્મવિશ્વાસ ત્રણેય એકસાથે તોડી નાખતા.'
ચીન આટલું બધું સોનું કેમ ખરીદી રહ્યું છે અને દુનિયાના અર્થતંત્ર પર શું અસર પડશે?
ચીનના વધી રહેલા સોનાના ભંડારે રેનમિનબી પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો છે અને તેના આંતરરાષ્ટ્રીયકરણ માટે બહેતર સ્થિતિનું નિર્માણ કર્યું છે. જોકે, તેને સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવા માટે કેપિટલ એકાઉન્ટનું ઉદારીકરણ આવશ્યક છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ચીન ધીમે-ધીમે નાણાંકીય મુક્તતા વિસ્તારી રહી છે.
ભાજપના નવા અધ્યક્ષ માટે માત્ર નીતિન નબીનના નામનો જ પ્રસ્તાવ થયો
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
વીડિયો, ગાયના છાણમાંથી ખાતર બનાવીને લાખો રૂપિયાની કમાણી કરતાં મહિલાની કહાણી, અવધિ 4,16
હરિયાણાના કુરુક્ષેત્રમાં પરમજિતકોર ગાયના છાણમાંથી ખાતર બનાવે છે. પરમજિતકોરે આ વ્યવસાય તેમના પતિ સાથે મળીને પંદરથી વીસ હજાર રૂપિયામાં શરૂ કર્યો હતો.
વીડિયો, ગુજરાતમાં માવઠાને લઈને શું છે આગાહી, ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર થશે?, અવધિ 6,10
હવામાનની એકથી વધારે સિસ્ટમ સક્રિય થઈને ભારત તરફ આવવાની આગાહી છે તો ગુજરાત પર કઈ સિસ્ટમની અસર થશે?
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ઈરાન પાસે એવું શું છે કે અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ હુમલો કરતાં પહેલાં બે વાર વિચારવું પડે
એવું લાગતું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. જ્યારે અમેરિકાએ ઈરાન અંગે એક ઍડલાઇઝરી જાહેર કરી ત્યારે આ આશંકા વધુ પ્રબળ થઈ ગઈ. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે જો ઈરાન પ્રદર્શનકારીઓને ફાંસી આપશે તો કડક કાર્યવાહી કરશે.
તાલિબાનના નેતૃત્વમાં પડેલી તિરાડઃ કાબુલ વિરુદ્ધ કંદહાર અને અખુંદઝાદાના આંતરિક વર્તુળની કહાણી
બીબીસીએ એક ઑડિયો ક્લિપ મેળવી હતી. આ ક્લિપ પરથી એ સ્પષ્ટ છે કે, તાલિબાનના અગ્રિમ નેતાઓ કઈ બાબતને લઈને સૌથી વધુ ચિંતિત છે.ઑડિયોમાં તાલિબાનના સર્વોચ્ચ નેતા એવી ચેતવણી આપે છે કે, ઇસ્લામિક અમીરાત (તાલિબાન)ની સરકારની અંદર જ લોકોએ એકમેક સામે બાંયો ચઢાવી છે. એ જ સરકાર, જે તાલિબાને દેશ ચલાવવા માટે રચી છે.
મર્ચન્ટ નેવીમાં કઈ રીતે જઈ શકાય, કયો અભ્યાસ કરવો પડે અને સૅલરી કેટલી છે?
ઘણા નવયુવાનો એવી અવઢવમાં જોવા મળે છે કે ઇન્ડિયન નેવી જૉઈન કરવી જોઈએ કે પછી મર્ચન્ટ નેવી? આ બંને રસ્તા સમુદ્ર સુધી જાય છે, પરંતુ બંનેના હેતુ એકબીજા કરતાં બિલકુલ જુદા છે. તો સૌથી પહેલાં આ બંને વચ્ચેનો તફાવત સમજી લઈએ.
ઈરાનઃ જ્યારે ચાર જ દિવસમાં અમેરિકા અને બ્રિટને સરકાર ઊથલાવી દીધી, શાહ પણ કાવતરામાં કેવી રીતે સંડોવાયેલા હતા?
આ વાત ઈરાનમાં તાજેતરમાં ઊઠેલા વિરોધની નહીં, બલ્કે 15મી |ગસ્ટ, 1953ની રાતની છે, જ્યારે ઈરાનના વડાપ્રધાન મહમ્મદ મુસદ્દિકની સત્તા ઉખાડી ફેંકવાનું કાવતરું ઘડાયું હતું, જેમાં અમેરિકા તથા બ્રિટન ઉપરાંત ખુદ ઈરાનના શાહ પણ સંડોવાયેલા હતા.
પર્વતારોહક પર્વત પર દિવસો સુધી ગુમ, આખરે AIએ કેવી રીતે શોધી કાઢ્યા?
66 વર્ષીય નિકોલા ઇવાલ્ડો ઇટાલીના પિમોન્ટે પ્રદેશમાંના પર્વતોમાં પર્વતારોહણ કરવા ગયા હતા અને ત્યાં ગુમ થઈ ગયા, પાછા કેવી રીતે મળી આવ્યા?
એઆર રહમાને કેમ કહ્યું- 'છેલ્લાં આઠ વર્ષમાં બૉલીવૂડમાં કામ મળવાનું બંધ થતું ગયું છે'
ઘણી બૉલીવૂડ ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર ઑસ્કરવિજેતા સંગીતકાર એઆર રહમાને સ્વીકાર્યું છે કે 'છેલ્લાં આઠ વર્ષમાં તેમને બૉલીવૂડમાં કામ મળવાનું બંધ થતું ગયું.' બીબીસી સાથેના એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં એઆર રહમાને પોતાની અત્યાર સુધીની સંગીતસફર, બદલાતા સિનેમા, ભવિષ્યની યોજનાઓ અને સમાજમાંના વર્તમાન વાતાવરણ વિશે ખુલ્લા મને વાત કરી.
ટેકનૉલૉજીથી મગજની કઈ બીમારીઓનો ઇલાજ થઈ શકે, કેવી રીતે મસ્તિષ્ક સક્રિય કરવામાં મદદરૂપ થાય?
બ્રેન સ્ટિમ્યુલેશન એ પાર્કિન્સન્સ જેવી સ્થિતિઓના ઇલાજ માટે લાંબા ગાળાથી ઉપયોગમાં લેવાય છે, અને હવે તેનો ઉપયોગ અન્ય યાદશક્તિને અસર કરતી સ્થિતિઓના ઇલાજ માટે કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
હિમાલયના પર્વતો પર શિયાળામાં પણ બરફ કેમ નથી જામી રહ્યો?
નિષ્ણાતોનું કહેવું છે કે બરફવર્ષામાં ઘટાડાથી ફક્ત હિમાલયનું સ્વરૂપ જ નહીં બદલાય, તેની અસર ક્ષેત્રમાં રહેતા કરોડો લોકોના જીવન અને ઘણી ઇકૉસિસ્ટમ પર પણ પડશે.
શંખપુષ્પીનાં ફૂલ : જેમાંથી ચા બને છે એ વાવીને ખેડૂતો કેવી રીતે કમાણી કરી રહ્યા છે
ભારતમાં અપરાજિતા તરીકે ઓળખાતી અને અંગ્રેજીમાં "બટરફ્લાય પી" તરીકે ઓળખાતી વેલને નીલા રંગનાં આકર્ષક ફૂલો બેસતાં હોય છે. એક સમયે સુશોભન માટે જ વપરાતી આ વેલનાં ફૂલો કેવી રીતે ખેડૂતોની જિંદગી બદલી રહ્યાં છે?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ


































































